RajBhakti Books
એકલો જાને રે - પૂજ્ય શ્રી મગનબાપા | Eklo Jane Re - Pujya Shri Maganbapa

સૂચના

(તા. ૩૦-૫-૧૫, સવારે આઠ વાગે)

(વર્ષોથી અવાર-નવાર પૂ. મગનબાપા પાસેથી સાંભળેલ તે યાદ કરીને તેઓની હયાતી દરમ્યાન મેં લીસ્ટ બનાવ્યું તે)

  1. શક્ય હોય તો નજીકના સગાંઓથી મરણ વખતે દૂર રહેવું. અંતિમ વખતે સગાવ્હાલાં સાથે વ્યવહારની વાતોથી દૂર રહેવાય તો સારું.

  2. નજીકના સગાંઓની હાજરી હોય તો તેઓએ પણ લૌકિક વાતો ન કરવી અને શાંતિ રહેવા દેવી.

  3. પ.કૃ.દેવે પણ ઘરથી દૂર રહી, મા-બાપ અને પત્નીને પણ દૂર રહેવા ક્હેલ.

  4. પોતાને ઘેર ન મરવું સારું.

  5. હોસ્પિટલમાં ન મરવું સારું. (એકાંતે નથી)

  6. સત્પુરુષ/સાધુ દવાખાનામાં મરે નહીં (એકાંતે નથી)

  7. પરમકૃપાળુદેવને શરણે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ મંત્રજાપ ચાલુ રાખવો.

  8. કોઈ પીડા કે દુઃખ સંભારવા નહીં અને તેની વાતો પણ છેલ્લે વખતે ન કરવી.

  9. પૈસા, જગા, જાગીર, બેંક, રસીદ, સોનું ઘરેણા-દાગીનાની વાતો છેલ્લે વખતે ન જ કરવી.

  10. કાંઈ ખાવા-પીવાની, કે બીજી ઈચ્છા ન કરવી.

  11. ગતિ વગેરેની વાતો કરવી નહીં. દેવલોકની પણ આશા ન રાખવી, ઈચ્છા માત્ર ત્યાગવી.

  12. ભાવના એમ રાખવી કે જ્યાં સત્સંગ મળે, સત્પુરુષ મળે ત્યાં જન્મવું છે-ભક્તિ કરવી છે.

  13. કોઈ લૌકિકવિધિ - ક્રિયા, રોકકળ વગેરે ન કરવું. કોઈની વાટ ન જોવી.

  14. મડદું કોઈ માટે રાખવું નહીં.

  15. મડદું પડ્યું રહે- જિવાત પડે, એવું ન કરવું. (કોલ્ડ સ્ટોરેજમાં ભલે સ્થૂળ સડો કે જીવાંત ન જણાય પણ સદોષ, સાવદ્ય-પાપ ક્રિયા તો છે જ, સાથે મોહનું પ્રાબલ્ય પણ.)